અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસના પૂર્વ સાંસદ સુખદેવ પાંસેની ટિપ્પણીનો જવાબ આપ્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદે અગાઉ કંગનાને ‘ડાન્સિંગ ગર્લ’ (આઇટમ ગર્લ) ગણાવી હતી. કંગનાએ સાંસદ પર પલટવાર કરતા ‘મૂર્ખ’ ગણાવ્યા હતા. કંગનાએ તેના ટ્વિટર પર લખ્યું- ‘જે કોઈ આ મૂર્ખ છે તે જાણતા નથી કે હુ દીપિકા, કેટરિના અથવા આલિયા ભટ્ટ નથી … હું એકલી જ છું જેણે આઇટમ નંબર કરવાની ના પાડી હતી. મેં એક મોટા સ્ટાર (ખાન / કુમાર) ની સાથે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો, જેના કારણે આખું બોલિવૂડ ગેંગ પુરુષો અને મહિલાઓ મારી વિરુદ્ધ થઈ ગઈ છે. હું રાજપૂત સ્ત્રી છું, હું કમર હલાવતી નથી, હાડકાં તોડી નાખું છું.’ કંગના તેની આવી વિચારધારાને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય છે. તેમના ટ્રોલરો મોટે ભાગે વિરોધી વિચારધારાના હોય છે. તે જાણીતું છે કે કંગના તાજેતરમાં મધ્યપ્રદેશમાં ફિલ્મ ‘ધાકડ’નું શૂટિંગ કરી રહી હતી અને માહિતી મળી હતી કે કેટલાક કોંગ્રેસ નેતાઓ મધ્યપ્રદેશમાં ‘ધાકડ’ના શૂટિંગને રોકવા આંદોલનની ચીમકી આપી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને કમલનાથ સરકારના મંત્રી સુખદેવ પાંસેએ કંગનાને ડાન્સિંગ ગર્લ ગણાવી . તેમણે એમ પણ કહ્યું હતું કે કંગનાએ ખેડૂતોનું અપમાન કર્યું છે. સુખદેવ પાંસેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાજ્ય પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને માર માર્યો હતો. ગયા અઠવાડિયે કોંગ્રેસના નેતાઓએ કહ્યું હતું કે તેઓ કંગનાની ફિલ્મના શૂટિંગનો વિરોધ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે કોંગ્રેસના નેતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એક અહેવાલ મુજબ સુખદેવ પાંસેએ પોલીસ કાર્યવાહીને લોકશાહીની વિરુદ્ધ ગણાવી છે. તેમણે કહ્યું, ‘સરકારે કંગનાની કઠપૂતળીની જેમ વર્તવું ન જોઈએ કેમ કે સરકારો બદલાતી રહે છે. પોલીસ કાર્યવાહીની તપાસ થવી જોઇએ અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારા કાર્યકરો સામે કાર્યવાહી ન થવી જોઇએ.’ તમને જણાવી દઇએ કે કંગનાને ફિલ્મોમાં તેના પાત્ર માટે ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કંગના ટૂંક સમયમાં ઘણી ફિલ્મોમાં જોવા મળશે. આ સિવાય કંગના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.