Thursday, January 16, 2025

મોરબી સબ જેલમાંથી છેલ્લા બે વર્ષથી જામીન પરથી ફરાર થયેલ ઈસમ શામળાજી ખાતેથી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સબ જેલમાંથી છેલ્લા ૨ વર્ષથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને અરવલ્લી જિલ્લાના શામળાજા ખાતેથી પકડી પાડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી. ટીમ.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મોરબીનાઓએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશનુ આયોજન કરી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને ઉપરોકત કામગીરી અસરકારક રીતે કરવા સારૂ જરૂરી માર્ગદર્શન તથા સુચના કરતા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફ કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ આઇ.પી.સી.કલમ-૩૭૯ વિ.મુજબના ગુન્હાના કાચા કામનો આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે પહલાદ રતનસિંહ દલ્લાસિંહ ઓડ ઉ.વ. ૨૨ રહે.આમેટ(અસન) તા.બીકાવાસ જી.રાજસમદ (રાજસ્થાન) વાળો મોરબી સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે હોય જે આરોપીને જેલ ખાતેથી વચગાળાના જામીન પર તા.૧૭/૦૫/૨૦૨૧ થી તા.૧૭/૦૮/૨૦૨૧ સુધી મુકત કરવામાં આવેલ હોય જે કાચા કામના આરોપીને તા.૧૮/૦૮/૨૦૨૧ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ મજકુર આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદીને ખાનગી બાતમી આધારે અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચોકડી ખાતેથી તા.૦૨/૧૦/૨૦૨૩ ના રોજ મળી આવતા પકડી પાડી હસ્તગત કરી કોવીડ-૧૯ મેડીકલ તપાસણી કરાવડાવી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર