મોરબી: દિકરી ભગાડી જતાં યુવકના પરિવારને ત્રણ શખ્સોએ જાનથી મારી નાખવાની આપી ધમકી
મોરબી: મોરબીના વીશીપરામાંથી યુવકનનો કુટુંબી ભત્રીજો મોવર પરીવારની દિકરી ભગાડી જતાં જેનો રોષ રાખી યુવકને ત્રણ શખ્સોએ ફોન પર થેમજ રૂબરૂ ગાળો આપી યુવકનાં પરીવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા સરકારીવાડી ક્રિષ્નાના બંગલા સામે રહેતા અબ્બાસભાઈ જુસબભાઈ સંધવાણી (ઉ.વ.૩૮) એ આરોપી તાજુભાઈ મોવર, કાદરભાઈ મોવર, ઇકબાલભાઇ મોવર, રહે. બધા મોરબી વીસીપરાવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૧૦-૨૦૨૩ ના રોજ બપોરના પાંચેક વાગ્યાના અરસામાં આરોપીઓએ ફરીયાદીનો કુટુબી ભત્રીજો જે મોવર પરીવારની દિકરીને ભગાડી ગયેલ હોય જેનો રોષ રાખી આરોપીઓએ ફરીયાદીને ફોન કરી તેમજ રૂબરૂ મળતા ગાળો આપી તેમજ પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમજ સાથીને પણ આરોપીઓએ ગાળો આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર અબ્બાસભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૫૦૪, ૫૦૬(૨), ૫૦૭ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.