હેલ્પ એજ ઇન્ડિયા દ્વારા એચ.આઇ.સોમાણીના સૌજન્યથી વૃદ્ધાશ્રમમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસની ઉજવણી કરાઇ
વરિષ્ઠ નાગરિકના હાથે કેક કાપીને વૃદ્ધદિવસની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી
મોરબી તા.૧ ઓકટોબર દુનિયાભરના વૃદ્ધો પ્રત્યે થથા દુર્વ્યવહાર અને અન્યાયને રોકવા માટે આ દિવસ વિશ્વભરમાં દર વર્ષે 1991થી આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વૃદ્ધો માટેની રાષ્ટ્રીય હેલ્પલાઇન ૧૪૫૬૭ નું સંચાલન કરતી સંસ્થા હેલ્પ એજ ઇન્ડિયા તેમજ મોબાઈલ હેલ્થ યુનિટ પ્રોજેક્ટના દાતા એચ.આઇ.સોમાણી દ્વારા મોરબી ખાતેના શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વરિષ્ઠ નાગરિક દિવસ નિમિતે મુખ્ય મહેમાન મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ.લગ્ધિરકા એ વૃદ્ધ દિવસ નિમિતે વરિષ્ઠ નાગરિકોના જીવન સુખી અને નિરોગી બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે એલ્ડરલાઈન ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ અંગેની શુભેચ્છા સાથે મહત્વ સમજાવેલ. ત્યારબાદ જીલ્લા બાળ સુરક્ષા એકમ તથા સમાજ સુરક્ષા વિભાગ કો-ઓર્ડિનેટર રંજન મકવાણા દ્વારા વૃદ્ધોને તેમના જીવનઉપયોગી માહિતી આપી હતી. ત્યારબાદ સુષ્માબેન પટ્ટની દ્વારા આશ્રમમાં વડીલોની વિવિધ પ્રકારે સંભાળ રાખવામાં આવે છે તેની જાણકારી આપી હતી. ત્યારબાદ સેજલ પટેલ દ્વારા મહિમા અભ્યમ ૧૮૧ દ્વારા મહિલા વરિષ્ઠ નાગરિક ને કેવા પ્રકારે મદદ કરવામાં આવે વગેરે જેવી માહિતી આપી પ્રોગ્રામ ના અંતે ડોક્ટર સ્વેતા અઘારા દ્વારા હેલ્થ અંગે આપવામાં આવતી મદદ અંગે ની માહિતી આપી હતી.
આશ્રમમાં રહેતા વરિષ્ઠ નાગરિકના હાથે કેક કાપી અને આરોગ્ય તપાસ કરી વૃદ્ધદિવસની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યમાં દર વર્ષે તારીખ ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં ૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન અંતર્ગત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ ૫૭ અબોલ જીવોની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૦૭ પક્ષી, ૩૫ કુતરા, ૧૧ ગાય, ૦૪ બિલાડીની સારવાર કરવામાં આવી...
મોરબી: મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજય દલસાણીયાને શિક્ષણ ક્ષેત્રે વિવિધતાસભર કામગીરી, સતત પ્રયોગશી, કરેલ 1000 જેટલી પ્રવૃત્તિઓની નોંધ લેતા.
તા.18/ 01 /25 ના રોજ ઈંદોર ખાતે વિશ્વ બ્રહ્મ સમાજ સંઘ થકી 'રાષ્ટ્રીય અટલ ગૌરવ સન્માન'થી સન્માનિત કરાશે અગાઉ પણ વિજયભાઈને અનેક સન્માનો અને એવોર્ડ પ્રાપ્ત થયા છે.