Thursday, January 16, 2025

મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર ટ્રકનું વ્હીલ ઉપર ફરી વળતાં યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર જાંબુડીયા ગામની સીમ જાંબુડીયા ગામનો બ્રીજ ઉતરતા મોમાઈ પાન એન્ડ જનરલ સ્ટોર નામની દુકાન સામે રોડ ઉપર ટ્રકે અલ્ટ્રોઝ કાર અને ઈનોવા કારને પાછળ ઠોકર મારી બંને કારને આડી અવળી ફંગોળી રોડ પર અગાઉથી અન્ય બાઈક સાથે બાઈક અડી જતા રોડ પર બાઈક સહિત પડેલ યુવક પર ટ્રકનું વ્હીલ ફરી વળતાં યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ મોરબીના ભડીયાદ રોડ જીવરાજ પાર્ક નજરબાગ પાસે રહેતા રવિભાઈ દેવસીભાઈ પરમાર (ઉ.વ.૨૯) એ આરોપી ડમ્પર ટ્રક નં -GJ-12-BX-5844 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧-૧૦-૨૦૨૩ ના રોજ ડમ્પર ટ્રક રજીસ્ટર નં.-GJ-12-BX-5844 ના ચાલક આરોપીએ પોતાના હવાલાની ટ્રક પુર ઝડપે અને માણસોની જીંદગી જોખમાય તેમ બેદકારીથી બેફીકરાય થી ચલાવી નીકળી સાહેદ રવિભાઇ નરભેરામભાઇ કૈલા રહેવાસી મહેન્દ્રનગર વાળાની ટાટા અલ્ટ્રોઝ કાર રજીસ્ટર નં- GJ-36-AF-4465 તથા વિવેકભાઇ જયંતીભાઇ ગઢીયા રહેવાસી મોરબી વાળાની ઇનોવા કાર રજીસ્ટર નં- GJ-01-HR-8988 વાળીને પાછળથી ઠોકર મારી બંન્ને કારને રોડ ઉપર અવળી સવળી ફંગોળી દઇ રોડ ઉપર અગાઉ થી અન્ય મોટર સાયકલ સાથે મોટર સાયકલ અડી જતા રોડ ઉપર મોટર સાઇકલ રજીસ્ટર નં-GJ-13-BC-6001 સહીત પડેલા ફરીયાદીના ભાઇ મહેશભાઇ દેવશીભાઇ પરમાર ઉવ-૩૯ રહેવાસી મોરબી વાળા પર ડમ્પર ટ્રકનું ટાયર ચડાવી દઇ મહેશને શરીરે માથામા પાછળની ડાબી બાજુ ગંભીર ઇજા પહોંચાડી તથા પેટના ભાગેથી બન્ને પગના ઢીંચણ સુધીનો ભાગ ચગદી ચેપી છુંદી નાંખી ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી વાહન અકસ્માતના બનાવની નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ નહીં કરી પોતાનો ટ્રક રેઢો મુકી નાસી ગયો હતો. જેથી આ બનાવ અંગે રવિભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ. કલમ -૧૮૪, ૧૭૭, ૧૩૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર