હળવદના નવા અમરાપર ગામે યુવક પર એક શખ્સનો છરી વડે હુમલો
હળવદ: હળવદ તાલુકાના નવા અમરાપર ગામે યુવકને એક શખ્સે જણાવેલ કે મારે તારી પત્ની સાથે કોઈ સંબંધ નથી તું મારા ખોટા નામ કેમ આપે છે કહી યુવક પર છરી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા રાજુભાઇ મેરૂભાઈ બાલાસણીયા (ઉ.વ.૨૭) એ આરોપી કિશન ચંપકભાઈ બાલાસણીયા રહે. ઘનશ્યામગઢ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૦૯-૨૦૨૩ ના રોજ સવારે ત્રણેક વાગ્યાના અરસામાં ફરીયાદી ના ઘરે આવી ફરીયાદીને આરોપીએ જણાવેલ કે મારે તારી પત્ની સાથે કોઇ સંબધ નથી તુ મારા ખોટા નામ કેમ આપે છે. તેમ કહી પોતાના હાથમા રહેલ છરી વડે ફરીયાદિને ગળાના ભાગે ઇજા કરી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર રાજુભાઇએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.