Monday, December 23, 2024

હળવદ ગ્રામ્ય વિસ્તારમાં બળજબરીથી દુષ્કર્મ આચરી નરાધમે સગીરાને મરવા મજબૂર કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ ગ્રામ્ય વિસ્તારમાં નરાધમે સગીરા સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાધી સગીરાને બદનામ કરવાની ધમકી આપી મરવા મજબૂર કરતા સગીરાએ ફિનાઈલ પી મોતને વહાલું કર્યું હતું.

મળતી માહિતી મુજબ હળવદ ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે જે બાબતે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે કે ગત તા.૨૭-૦૯-૨૦૨૩ ના રોજ આરોપી રોશન જાદવજીભાઈ દેવીપૂજકે ફરીયાદીના ઘરમા પ્રવેશ કરી ફરીયાદીની પૌત્રી સગીર વયની હોવાનુ જાણતો હોવા છતાં ભોગ બનનાર સાથે શારીરીક છેડતી કરી બળજબરી કરી શરીર સબંધ બાંધેલ જે બાબતે સગીરાને બદનામ કરવાની ધમકી આપતા સગીરાને મરવા મજબુર કરતા સગીરાએ ફીનાઇલ પી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૬,૩૭૬,(૨),(જે),૩૫૪(એ),૪૫૨ તથા પોકસો અધિનિયમ -૨૦૧૨ ની કલમ -૪,૬,૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર