મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી યોગ્ય પગલાં લેવા સંબંધિત વિભાગોને સુચના આપવામાં આવી હતી.
આ બેઠક અન્વયે રોડ-રસ્તા, પીવાનું પાણી, પાણીના જોડાણ, કેનાલ અને સિંચાઈ સુવિધા, તળાવોમાં પાણી ભરવા જોડાણ ઉભું કરવા, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઈટ વગેરેને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી પગલાઓ લેવા માટે સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદ ધારાસભ્ય જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેશિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડીયાદ રોડ ઉપર નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીકથી વર્લી મટકાના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સાથે એક ઇસમને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે
પોલીસે આરોપી જીગ્નેશભાઈ રાજેશભાઇ ચૌહાણ ઉવ.૨૮ રહે.ભડીયાદ રોડ ભડિયાદ કાંટાની બાજુમાં વાળા પાસેથી વર્લી ફિચર્સના અલગ અલગ આંકડા લખેલ ચીઠ્ઠી તેમજ...
વાંકાનેર:છકડો રીક્ષામાં આગળ પેટી ઉપર બેઠેલા ૧૦ વર્ષીય તરુણ અચાનક રીક્ષામાંથી પડી જતા માથામાં ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલાં માસુમનું પ્રાણ પંખેરૂ ઉડી જતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, હળવદ તાલુકાના માણેકવાળા ગામે રહેતા ગોપાલભાઈ વિહાભાઈ વીંજવાડીયા ઉવ.૧૦ ગઈકાલે તા.૧૧ માર્ચના રોજ વાંકાનેર તરફ છકડો...