મોરબી ક્ચ્છ હાઇવે પર આવેલા સુરજબારી પુલ નજીક કોઈ કારણોસર એક કન્ટેનર ટ્રકમાં આગ લાગી હતી
આ આગની મોરબી ફાયર કંટ્રોલ પર સવારે 08 વાગ્યાની આસપાસ કોલ મળતા ફાયર વિભાગ દ્વારા તુરંત ઘટના સ્થળ પર પહોંચી જઈને પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો
જોકે આ આગથી ટ્રક બળીને ખાક થઈ ગયો હતો પણ રાહતની વાત એ છે કે સદ નસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને આગ લાગવાનું કારણ હાલ જાણવા મળ્યું નથી
રાજ્યમાં દર વર્ષે તારીખ ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં ૧૦ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન અંતર્ગત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ ૫૭ અબોલ જીવોની સારવાર કરવામાં આવી હતી. જેમાં ૦૭ પક્ષી, ૩૫ કુતરા, ૧૧ ગાય, ૦૪ બિલાડીની સારવાર કરવામાં આવી...
મોરબી: મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજય દલસાણીયાને શિક્ષણ ક્ષેત્રે વિવિધતાસભર કામગીરી, સતત પ્રયોગશી, કરેલ 1000 જેટલી પ્રવૃત્તિઓની નોંધ લેતા.
તા.18/ 01 /25 ના રોજ ઈંદોર ખાતે વિશ્વ બ્રહ્મ સમાજ સંઘ થકી 'રાષ્ટ્રીય અટલ ગૌરવ સન્માન'થી સન્માનિત કરાશે અગાઉ પણ વિજયભાઈને અનેક સન્માનો અને એવોર્ડ પ્રાપ્ત થયા છે.