હળવદના સુસવાવ ગામે કારખાનામાં કેમીકલ ઉડતા શરીરે દાઝી જતાં યુવકનું મોત
હળવદ: હળવદ તાલુકાના સુસવાવ ગામે ગામની સીમમાં આવેલ વેલવીન કારખાનામાં વેસલ વિભાગમાં કેમિકલ પાઈપલાઈન દ્વારા મોટરથી ઉપર ચડાવતા હતા ત્યારે અકસ્માતે પાઈપ લીકેજ થતા બે યુવકના શરીર દાઝી ગયેલ જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકની તબિયત સારી થઈ ગય હતી.
મળતી માહિતી મુજબ બલવાનસિંહ જીવનસિંહ દેવડા ઉ.વ.૨૧, તથા ભવાનસિંહ વિક્રમસિંહ મકવાણા જાતે ઉ.વ.૪૫ વાળા નાઓ બંને હળવદ તાલુકાના સુસવાવ ગામની સિમમાં આવેલ વેલવીન કારખાનામાં ગઇ તા.૨૫/૦૯/૨૦૨૩ ના સાંજના સાતેક વાગ્યાના આસપાસ વેસલ વિભાગમાં કેમીકલ પાઇપલાઇન દ્રારા મોટરથી ઉપર ચડાવતા હતા ત્યારે અકસ્માતે પાઇપ લીકેજ થતા ઉપરોકત બંનેના શરીરે કેમિકલ ઉડતા બંને જણા શરીરે દાઝી ગયેલ અને બંનેને હળવદ શખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ જેમાં ભવાનસિંહની તબીયત સારી થઇ જતા રજા આપેલ અને બલવાનસિંહને વધુ સારવાર માટે તા.૨૯/૦૯/૨૦૨૩ ના રોજ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરતા રસ્તામાં બલવાનસિંહનુ મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.