વાંકાનેર: વોટ્સએપ અને ફેસબુકમા હથીયાર સાથે ફોટો મુકવો પડ્યો ભારે, બે વિરુદ્ધ ગુનો નોંધાયો
વાંકાનેર: વાંકાનેરના રાતાવીરડા ગામે એક યુવક હથીયાર સાથે ફોટો પાડી વોટ્સએપ અને ફેસબુકમા અપલોડ કર્યો હતો જેથી યુવક વિરુદ્ધ તેમજ તેમજ હથીયાર આપનાર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા બાબુભાઈ ચોથાભાઈ પાંચીયા (ઉ.વ.૨૯) એ પોતાની પાસે કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર આરોપી અરજણભાઇ હિન્દુભાઈ પાંચીયા (ઉ.વ.૬૧) રહે. રાતાવીરડા ગામ તા. વાંકાનેરવાળાના પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના વોટ્સએપ ડી.પી. સ્ટેટસમાં તેમજ પોતાના ફેસબુક આઇ.ડી.માં પોસ્ટ કરી, તેમજ આરોપી અરજણએ પોતાનું લાયસન્સ વાળુ હથીયાર આરોપી બાબુભાઈ પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેમ છતા તેને આપી, લાયસન્સ ધારકની શરત ભંગ કરી ગુન્હો કર્યો હતો જેથી બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ -૨૯,૩૦ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.