મોરબીના રવાપર રોડ પર કારે હડફેટે લેતા મહિલાનું મોત
મોરબી: મોરબીના રવાપર રોડ નરસંગ ટેકરી મંદિર પાસે રોડ ઉપર કારે હડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાના પુત્રએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના રહેવાસી અને હાલ વાંકાનેર પેડક વાળી વિસ્તાર ગાત્રાળ માતા વાળા રોડ સરકારી હોસ્પિટલ પાછળ રહેતા લાલજીભાઇ નોંઘાભાઈ સોલંકી (ઉ.વ.૩૦) એ આરોપી કાર રજીસ્ટર નંબર-GJ-36-AC-7948ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૯-૨૦૨૩ ના રોજ આશરે દસેક વાગ્યાના અરસામાં ફરીયાદીના માતા સામુબેન રજકો વેચવા માટે રવાપર રોડ નસંગ ટેકરી મંદિર પાસે ગયેલ હતા તે વખતે આરોપીએ પોતાના હવાલાવાળી કાર રજીસ્ટર નંબર- GJ-36-AC-7948 વાળી પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આવી અને ફરિયાદીના માતાને હડફેટે લઈ એકસીડન્ટ કરી શરીરે નાની મોટી ઈજા કરી તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડતા ફરીયાદીના માતા સામુબેનનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના પુત્ર લાલજીભાઇએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.