“કોમ્યુનીટી હેલ્પર્સ” વિષયના આયોજન અંતર્ગત ડોલ્સ એન ડયુડસ ઇન્ટરનેશનલ પ્રિ સ્કુલના બાળકો તેમજ શિક્ષકગણને ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ અંતર્ગત આવેલ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર ટ્રેનિંગ આપવામાં આવી.
આગ લાગવાના કારણો, આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો તે અંગે બાળકોને તેમની ભાષામાં અને શિક્ષકગણને આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે?, આગને બુઝાવવાના પ્રયાશો કરવા તેમજ આગ કે અન્ય ઈમર્જન્સીમાંથી બાળકોને અને અન્યને બચાવીને બહાર કેવી રીતે કાઢવા અને તે અંગે માર્ગદર્શન આપેલ.
મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે
મોરબીના શનાળા રોડ પર જીઆઇડીસી નજીક મહેશ વેકરીયાની ઓફિસ પાસે નવા બનતા બિલ્ડિંગની સિડી પરથી રમતા રમતા નીચે પટકાતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીની અવની ચોકડી પાસે શ્યામ પાર્કમાં રહેતા દિપેશભાઈ વિષ્ણુભાઈ વિશ્વકર્મા ઉ.વ.૦૩ વાળો મોરબીમા GIDC નજીક મહેશ વેકરીયાની ઓફીસ પાસે નવા બનતા...
મોરબી તાલુકાના ધરમપુર ગામ પાસે આવેલ નલાઆ પાસે ઝાલા પરીવારના સુરાપુરા સામે રોડ ઉપર અલ્ટો કારમાંથી 30 બોટલ વિદેશી દારૂ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ...
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો મુકેશભાઇ લાભુભાઇ આત્રેશા (ઉ.વ.૩૮),...