Tuesday, January 14, 2025

માળિયા નાં તરઘરી અને સરવડ ગ્રામ પંચાયતના સરપંચ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા(મી.) તાલુકાની તરઘરી તથા સરવડ ગ્રામ પંચાયતના સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા

ગ્રા.પં.નાં જવાબદાર સરપંચ તરીકેનો હોદ્દો ધારણ કરતા હોય ત્યારે સરપંચ દ્વારા આચરવામાં આવેલ ગુના બદલ સરપંચ સામે ફોજદારી કાર્યવાહી માંડવામાં આવેલ હોય મોરબી ડી.ડી.ઓ દિગ્વિજયસિંહ ડી. જાડેજા(IAS)એ તરઘરી અને સરવડ ગ્રા.પં.નાં સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા

મોરબી જિલ્લામાં માળીયા(મી.) તાલુકાના તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયા સામે મોરબી સીટી એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુના માટે આઈ.પી.સી.એક્ટ, એમ.વી.એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલ છે. તેમજ માળીયા(મી.) તાલુકાના સરવડ ગ્રામ પંચાયતના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવા સામે માળીયા(મી.) પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુના માટે આઈ.પી.સી.એક્ટ અને જી.પી.એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલ છે. આ બંને સરપંચો સામે ફોજદારી કાર્યવાહી માંડવામાં આવેલ છે.
આમ, સરપંચ તરીકેના જવાબદાર હોદ્દા પર હોય ત્યારે સરપંચે ગુનાઓ આચરીને લોકસેવકને ન છાજે તેવું વર્તન કર્યું છે. જે નૈતિક અધ:પતન તેમજ શરમજનક વર્તણુક ગણવાને પાત્ર હોય ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૯(૧) હેઠળ જિલ્લા વિકાસ અધિકારી, મોરબી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા તરઘરી ગ્રા.પં.નાં સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયાને તેમજ સરવડ ગ્રા.પં.ના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવાને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર