માળિયા: વવાણીયા ગામે કારખાનામા ટાટા સોલ્ટ કંપનીના ડુપ્લીકેટ માર્કવાળી બેગનું વેચાણ કરતા ફરીયાદ નોંધાઈ
માળિયા (મી) તાલુકાના વવાણીયા ગામમાં જયદીપ કેમ ફ્રુટ પ્રાયવેટ લીમેટડ નામના કારખાને ટાટા સોલ્ટ કંપનીના ડુપ્લીકેટ માર્કવાળા પેકિંગની ખાલી બેગમાં ટાટા કંપનીના ભળતા નામથી ખાલી બેગ વેચાણ કરવાના ઈરાદાથી મળી આવી હતી. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશ રાજ્યના બિલાસપુર જીલ્લાના ઘુમાવી તાલુકામાં ચલેહલી બી ૭૮મા રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા વિનોદકુમાર સોહનલાલ શર્મા (ઉ.વ.૪૭) એ આરોપી કાનજીભાઇ નારણભાઈ ચાઉ (ઉ.વ.૩૫) રહે. વવાણીયા ઉપરકોટ બોરીચાવાસ તા. માળિયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૯-૨૦૨૩ ના રોજ આરોપી એ પોતાના જયદીપ કેમ ફ્રુટ પ્રાયવેટ લીમીટેડ નામના કારખાને ટાટા સોલ્ટ કંપનીના ડુપ્લીકેટ માર્કવાળા પેકીંગની ખાલી બેગમા ટાટા કંપનીના ભળતા નામથી તેમજ ભળતા કલરના પેકીંગની ખાલી બેગ વેચાણ કરવાના ઇરાદે મળી આવેલ જ્યાં રેઇડ દરમ્યાન કુલ તાજા શક્તી કોફી કલરના પ્લાસ્ટીકની ખાલી બેગના ૪૩ કટ્ટા જે એક કટ્ટામા એક હજાર ખાલી બેગ હોય જે ખાલી બેગ ૪૩૦૦૦/- તથા તાજા શક્તી કેશરી કલરના પ્લાસ્ટીકની ખાલી બેગના ૨૨ કટ્ટા જે એક કટ્ટામા એક હજાર ખાલી બેગ ૨૨૦૦૦/- એમ કુલ ખાલી બેગ કુલ કિંમત રૂ.-૬૫૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવી હતી. આ બનાવ અંગે વિનોદકુમારે આરોપી વિરુદ્ધ માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ ૧૯૫૭ ની કલમ ૬૩,૬૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.