મોરબીના રફાળેશ્વર ગામેથી મોબાઈલ ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરના મેળા ગ્રાઉન્ડ ખાતેથી યુવકનો કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા સંજયભાઇ રસીકભાઇ તલસાણીયા (ઉ.વ.૩૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૯-૨૦૨૩ ના રોજ રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરના મેળા ગ્રાઉન્ડ ખાતેથી ફરીયાદીનો OPPO કંપનીનો A52020 મોડલનો કિં રૂ. ૫૦૦૦ વાળો કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર સંજયભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.