પહેલા નબળા રોડ બનાવી અને પછી તેને મરમ્મત કરી ભ્રષ્ટાચાર ની સાઈકલ ચાલુ રાખવા ની પાલિકા ની નીતિ કે શું ? નિયત સમય પહેલા તૂટેલા રસ્તા પર અત્યાર સુધી માં પાલિકા એ શું પગલા ભર્યા ??
મોરબી તા : મોરબી પાલિકા અંતર્ગત બનેલા રોડ રસ્તા તેની કાર્ય ક્ષમતા અને આવરદા પહેલા જ તૂટી જતા હોય છે અને બાદ માં તેના પર પાલિકા થીંગડા મારી કામ ચલાવી લે છે. આમ જ્યારે મોરબી ના લોકો ને એમ લાગે કે રોડ નું કામ થઇ જતા રાહત મળશે તે પહેલાજ બનેલા રોડ રસ્તા ભ્રષ્ટાચાર ની સાબિતી આપતા હોય તેમ હાડ પિંજર માં પરિવર્તિત થઇ જતા હોય છે
રોડ બનાવનાર કોન્ટ્રાકટર પર કાયદાકીય પગલા ભરવાના બદલે આ નગર પાલિકા ભ્રષ્ટાચાર ને છાવરતા હોય તેમ રોડ પર થીંગડા મારી કામ ચલાવી લે છે .આમ પણ થીંગડા મારવા ના પૈસા પણ પાસ થતા ભ્રષ્ટાચાર ની સાઈકલ ચાલુ રહે તેમાં પાલિકા ને રસ હોય તેવું આમ પ્રજામાં માં બોલાઈ રહ્યું છે. પાલિકા ની તિજોરી આમ ખાલીજ થાય ને પછી ફરી ટેક્ષ રૂપી ઉઘરાણા પ્રજા પાસે થી કરવાના એ સામાન્ય બન્યું છે.
પાલિકા કચેરી થી ચકીય હનુમાન મંદિર અને ત્યાંથી બાપા સીતારામ ચોક રવાપર રોડ સુધી અંદાજીત એક થી દોઢ કી.મી. નો રોડ પાલિકા હસ્તક બનાવ્યો હતો. અહી ક્યાંક ડામર તો ક્યાંક સિમેન્ટ અને ક્યાંક પેવર બ્લોક થી બનેલા રોડ ની હાલત ટૂંક સમય માજ બિસ્માર બની છે. શહેર ના હાર્દ સમા વિસ્તાર ની આ હાલત છે ત્યારે ત્યાંથી પસાર થતા શહેરીજનો ને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.
પાલિકા એ હવે આ બિસ્માર રોડ પર થાગડ થીગડ નું કામ હાથ ધર્યું છે. અહી સીમેન્ટ ના થીંગડા મારી પાલિકા કામ ચલાવી રહી છે ત્યારે જો પાલિકા એ રોડ ની કામગીરી વખતેજ કોન્ટ્રાક્ટર પાસ ધોસ બોલાવી નિયમાનુસાર ટેન્ડર મુજબ કામ કરાવ્યું હોત તો અત્યારે આ રોડ ની મરમ્મત કરવાની જરૂરત નાં રહે પરંતુ નબળી કામગીરી કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે દેખાડા પુરતું ઉપર થી પોલીશીઓંગ કરવાનું કામ પાલિકા કરી રહી છે . આમ સીમેન્ટ ના થીગડા મારવાનો બોજ પણ આખરે તો પ્રજા ઉપર જ આવવાનો છે અને તેમાં પણ પૈસા પાસ થવાના એ અલગ. મોરબી નો ખરો વિકાસ તો થાગડ થીગડ થી જ થઇ રહ્યો છે એમ પ્રજા આવેશ માં ચર્ચા કરી રહી છે.
હાલ સિરામિક નગરી તરીકે ઓળખાતું મોરબી બિસ્માર રોડ રસ્તા નાં શહેર તરીકે જાણીતું બન્યું છે