Wednesday, December 25, 2024

મોરબી તથા કચ્છ જીલ્લામાંથી ચોરી કરેલ ૯ બાઈક સાથે એક ઇસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકા વિસ્તાર તથા કચ્છ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલ કુલ-૦૯ મોટર સાયકલો સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ સર્વેલન્સ સ્ટાફ તથા જેતપર આ.પો.ના માણસો સાથે મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમ્યાન એક ઇસમ કાળા કલરનું નંબર પ્લેટ વગરનુ હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ નીકળતા જે મોટર સાયકલ ચાલકને વાહનના આર.ટી.ઓ ને લગત કાગળો તથા આર.સી.બુક બાબતે પુછતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલનાઓએ પોકેટ મોબાઇલમાં સદરહુ મોટરસાયકલ ના એન્જીન નં, 04E15E01736 વાળા સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-03-AJ-9490 વાળુ જે સુનિલ કાંતિલાલ મિરાણી રહે. એવન્યુપાર્ક, મોરબી નાઓની માલીકીનુ હોવાનુ જાણવા મળેલ જેથી ઇસમની સઘન પુછપરછ કરતા પોતે મોટર સાયકલ ચોરી કરી મેળવેલ હોય તેમજ મોટર સાયકલ સિવાય અન્ય બીજા ૦૮ મોટર સાયકલો પણ ચોરી કરેલાની કબુલાત આપતા તે બધા ફૂલ-૦૯ મોટર સાયકલો કબ્જે કરી આરોપી જયંતિભાઇ પ્રભુભાઇ બાંડા ઉ.વ.૨૭ રહે. ભીમાસર (ભુટકીયા), તા.રાપર, જી.કચ્છ-ભુજવાળને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ-પાર્ટ ઇ.પી.કો. કલમ-૩૭૯ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જી જેઠવાનાઓ ચલાવી રહેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર