જિજ્ઞેશ કાલાવડિયા એ નિડર અને નિષ્પક્ષ પત્રકારત્વ ની મિશાલ કાયમ કરી છે : આર.પી. પટેલ
ચક્રવાત મીડિયા ગ્રુપ સમગ્ર ગુજરાત માં ઝડપભેર આગળ વધે તેવી શુભકામનાઓ : જયરાજસિંહ પરમાર
ચક્રવાત મીડિયા ગ્રુપ ગાંધીનગર ની જનતા નો અવાજ બનશે : જે. પી.જાડેજા
ચક્રવાત મીડિયા ગ્રુપ ની ગાંધીનગર ઓફિસ અને ચક્રવાત દૈનિક ની ગાંધીનગર આવૃત્તિ નું દબદબાભેર ઉદઘાટન : અનેક રાજકિય – સામજિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ
ગાંધીનગર તા.૨૩ :: મોરબી અને રાજકોટ જિલ્લામાંથી છેલ્લા દસ વર્ષથી થઈ રહેલ ચક્રવાત દૈનિક ના ગુજરાતી વ્યાપી વિસ્તરણના ભાગરૂપે ગાંધીનગર ખાતે ચક્રવાત મીડિયા ગ્રુપ નું નવું કાર્યાલય અખબાર ભવન ખાતે શરૂ કરવામાં આવેલ છે જેનું શુભ ઉદઘાટન ગુરુવારના શુભ દિને અનેક ગણ માન્ય રાજકીય – સામજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
ચક્રવાત દૈનિક ની ગાંધીનગર આવૃત્તિ ની શરૂઆત પ્રસંગે ગાંધીનગર ખાતે યોજાયેલ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ માં ગાંધીનગર – અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં થી મોટી સંખ્યામાં પત્રકારો અને રાજકીય -સામાજિક અગ્રણીઓ એ હાજરી આપી હતી અને ચક્રવાત દૈનિક ના મેનેજિંગ તંત્રી જિજ્ઞેશ કાલાવડિયા તેમજ તંત્રીશ્રી દિનેશ ગઢવી ને અભિનંદન પાઠવ્યા હતાં.
ચક્રવાત મીડિયા ગ્રુપ નાં કાર્યાલયનું ઉદ્દઘાટન ગુજરાત રાજ્ય નાં કેબિનેટ પ્રધાન અને સૌરાષ્ટ્ર નાં લોકપ્રિય આગેવાન કુંવરજીભાઇ બાવળીયા દ્વારા રીબીન કાપી ને કરવામાં આવ્યું હતું. કુંવરજીભાઈ બાવળિયા એ આ પ્રસંગે ચક્રવાત દૈનિક ની અવિરત આગળ વધતી યાત્રા ને બિરદાવી હતી અને હાલનાં સમયમાં જ્યારે મીડિયા ની વિશ્વસનિયતા પર પ્રશ્નો ખડા થયા છે ત્યારે ચક્રવાત ન્યુઝ ગ્રુપ હંમેશા આમ જનતા ની પડખે ઉભુ રહ્યું છે તે વાતને યાદ કરી હતી. નિડર અને નિષ્પક્ષ પત્રકારત્વ ની જ્યોત ચક્રવાત મીડિયા ગ્રુપ દ્વારા સતત જલતી રાખવામાં આવી છે તેવી ટિપ્પણી તેમના દ્વારા આ તકે કરવામાં આવી હતી. વિશ્વ ઉમિયા ધામ નાં પ્રમુખ અને પાટીદાર સમાજ ના દમદાર આગેવાન આર.પી.પટેલ દ્વારા આ તકે જિજ્ઞેશ કાલાવડિયા અને તંત્રી દિનેશ ગઢવી ને શુભકામના પાઠવી સાથે સાથે ચક્રવાત દૈનિક કોઈપણ જાતના ભેદભાવ વગર જનતા નાં પ્રશ્નો ઉઠાવે છે તે બાબતની સરાહના કરી હતી. ભાજપના પ્રદેશ પ્રવકતા અને લોકપ્રિય આગેવાન જયરાજસિંહ પરમાર દ્વારા ચક્રવાત સાંપ્રત સમયમાં ગાંધીનગર મહાનગર ની જનતા માટે કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે વિવિધ ક્ષેત્રનાં જાહેરજીવન નાં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર પટેલ સમાજ ના ટ્રસ્ટી અને વિજ્ઞાનવાદી અભિગમ ધરાવતા પ્રો. ડૉ અનિલ પટેલ, સૌરાષ્ટ્ર પટેલ સમાજ – અમદાવાદ નાં પ્રમુખ મગનભાઈ જાવિયા, સૌરાષ્ટ્ર નાં લડાયક નેતા કિશોરભાઈ અદીપરા, જાણીતા કવિ અને આગેવાન મણીભાઈ કપુરિયા, બામસેફ કાર્યકર્તા અને સામાજિક આગેવાન પી.એલ.રાઠોડ, જળસંચય સહકારી ક્ષેત્રનાં અગ્રણી દેવસીભાઈ સવસાણી, ઉમિયા માતા મંદિર ઊંઝા નાં યુવા પાંખ નાં અધ્યક્ષ ચિરાગ પટેલ, અમદાવાદ નાં ભાજપ યુવા અગ્રણી મહેશ પટેલ, જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ વિરમગામા, જસદણ નગરપાલિકા નાં પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ભાયાણી, નરેશભાઈ ચોહલીયા, મનીષભાઈ લાડોલા, એસબીઆઈ ઓફિસર યુનિયન નાં પૂર્વ સેક્રેટરી અશોકભાઈ રિંડાણી, ક્રિપાલસિંહ, હરપાલસિંહ સહિત અનેક ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, ગાંધીનગર- અમદાવાદ સ્થિત પાટીદાર સમાજ નાં અગ્રણીઓ, ગઢવી સમાજ ના અગ્રણીઓ સહિત સમગ્ર ગુજરાતમાં થી 250 જેટલા વિવિધ જાણીતા બેનરના પત્રકાર મિત્રો સહિત મોટી સંખ્યામાં ચક્રવાત મીડિયા ગ્રુપ નાં શુભેચ્છક અને સહયોગી મિત્રો આ ઉદઘાટન પ્રસંગે ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉદઘાટન સમારોહ ને સફળ બનાવવા માટે ચક્રવાત પરિવારના કાયમી શુભેચ્છક અને સહયોગી મિત્રો ધવલભાઈ માકડિયા, સમ્રાટ બૌદ્ધ, પૂજા પંચાલ,વિકાસ પંચાલ, અજયસિંહ પરમાર, જૈમિક પટેલ, વરુણ ગઢવી, બાબુલાલ ચૌધરી, મીનહાજ મલિક, મુસ્તાક દિવાન, ડૉ. વિવેક પટેલ, હાર્દિક ભારતીય, ગૌરાંગભાઈ પંડ્યા સહિતનાં મિત્રોએ જવાબદારી ઉઠાવી હતી.
મોરબીના ચકિયા હનુમાન થી અવની ચોકડી સુધી ચાલતા રોડના કામ પર દબાણ દૂર કરવા તથા અનિધિકૃત ઓટલા તથા સિમેન્ટ લોખંડના પતરા હટાવવા બાબતે અવની ચોકડી તથા આસપાસની સોસાયટીના રહીશો દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
મોરબીની અવની ચોકડી સોસાયટીના રહીશો દ્વારા પાલિકા ચીફ...
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અનુસાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજીના જન્મદિવસને સુસાશન દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અનુસાર રાજ્ય સરકાર દ્વારા તારીખ ૧૯ થી ૨૫ ડિસેમ્બર સુધી સુસાશન સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનો ઉદ્દેશ્ય એ છે કે નાગરિકોના પ્રશ્નો કે જેનું નિરાકરણ બાકી...