Monday, December 23, 2024

મોરબીની યુવતીને ધો.૧૦ આધારે કચ્છના પાંધ્રોમાં પોસ્ટમાં સરકારી નોકરી મળી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

“સરકારી નોકરી હજારો પરિવારને આર્થિક સલામતી આપશે”

રાજકોટ એસ.બી.આઈ.માં જોબ મેળવનાર ૨૨ વર્ષોય યુવતીએ સલામત નોકરી મેળવ્યાનો વ્યકત કર્યો રાજીપો

મોરબીની ૨૫ વર્ષીય પાયલ ખમરોટિયાને પોસ્ટમાં કેન્દ્ર સરકારની નોકરીનો આદેશ મળતા આનંદ વ્યક્ત કરતા કહે છે કે, “લગ્ન બાદ મેં મારા પરિવારના સહકારથી પોસ્ટમાં ભરતી આવતા પરિક્ષા આપી. જેમાં મારી પસંદગી થતા મને કચ્છના પાંધ્રોમાં “એબીપી પોસ્ટ”ના પદ ઉપર સરકારી નોકરી મળી છે. જેનાથી મારા જેવા અનેક પરિવારોને પણ આર્થિક સલામતી મળી છે. આ ભરતી માત્ર ધો.૧૦ના આધારે મળી છે. મારા જેવા હજારો યુવાનોને મેરિટના આધારે પારદર્શક રીતે ઓનલાઈન ભરતી કરાઈ રહી છે. જે માટે અમે વડાપ્રધાનના આભારી છીએ કે અમને રોજગારી આપીને સુવર્ણ કારકિર્દી બનાવી શકીશું. “

૨૨ વર્ષીય જુલી ચૌધરીને એસ.બી.આઈ.માં જુનિયર એસોસિયેટ તરીકેનો નિમણુંક પત્ર મળ્યો હતો. તેણીએ અમદાવાદમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજકોટમાં કેન્દ્રીય મંત્રીના વરદ હસ્તે નિમણુંક પત્ર મેળવતા આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકારી નોકરી મારફતે સરકારમાં સેવાના મહત્વના ભાગ એવા બેન્કિંગ સેકટર ખાતે નોકરી મળતા પોતાની આવડતને લોક સેવામાં ઉજાગર કરવાનો મોકો મળ્યો છે. “

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર