Monday, December 23, 2024

મોરબીના સાપર ગામની સીમમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ શાક માર્કેટમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સોનો સેનેટરી કારખાનાના લેબર ક્વાર્ટરમા રહેતા ચંદનકુમાર અર્જુનસિંગ કુસવહા (ઉ.વ.૩૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૧-૦૫-૨૦૨૩ ના રોજ સાંજના પાંચ થી છ વાગ્યાના અરસામાં ફરીયાદીનુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર આઈ. સ્માર્ટ મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-36-A-9123 જેની કિંમત રૂ.૨૦,૦૦૦ વાળું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર ચંદનકુમારે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર