મોરબીમાં પિતાના મૃત્યુ પછીના રૂપીયા માટે ભાઈએ ભાઈ પર કર્યો બ્લેડ વડે હુમલો
મોરબી: મોરબીમાં પિતા એલ.ઈ. કોલેજમા પટાવાળા તરીકે નોકરી કરતા હોય જેનું મૃત્યુ નિપજતા દશ લાખ રૂપિયા આવેલ હોય જે પૈસાની ભાઈ પાસે ભાઈએ ઉઘરાણી કરતા ભાઈ સગાભાઈને ગાળો આપી મારમારી રબ્બર કાપવાની બ્લેડ વડે ઘા કરી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના જેલ રોડ પર વજેપર શેરી નં -૧૪મા રહેતા ભાવેશભાઇ હિરાભાઇ સાવરીયા (ઉ.વ.૩૬) એ આરોપી દિનેશભાઇ હિરાભાઇ સાવરીયા રહે. સામા કાંઠે શઓભએશ્વર રોડ ભુવનેશ્વરી પાર્ક મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીને આરોપીએ પોતાના પિતા એલ.ઈ.કોલેજમાં પટ્ટાવાળા તરિકે નોકરી કરતા હોય જેઓ મરણ જતા જેના રૂપિયા દશ લાખ આવેલ જે પૈસાની ઉઘરાણી કરતા ગઈ તા-૨૪/૦૯/૨૦૨૩ ના રોજ બપોરના પોણા એકાદ વાગ્યાના અરશામાં જગ્યા મોરબી વજેપર શેરી નં-૧૪ જેલ રોડ તા.જી.મોરબી ડુંગરભાઈના ઘર બહાર ઓટલા પાસે હું બેસેલ ત્યાં દીનેશભાઈ આવી મને જણાવેલ કે તારે હવે શું કરવાનુ છે તેમ કહિ ગાળા ગાળી કરી ઢીંકા પાટુનો માર મારવા લાગેલ અને તેવામાં આવેશમાં આવી જઈ તેના હાથમાં રહેલ કાગળ રબ્બર કાપવાની પ્લાસ્ટીકના હાથા વાળી બ્લેડ થી મારા ડાબા હાથની બે આંગળીઓમાં બે ઘા કરી તથા ડાબા હાથના પંજામાં એક ઘા કરી તથા ડાબા હાથના કાંડાથી કોણી વચ્ચે મધ્યમાં એક ઘા કરી તેમજ ડાબા હાથના ખભાથી કોણી વચ્ચે એક ઘા કરી એમ વારા ફરતી ઘા કરી ઈજા કરતા લોહિ નિકાળી તથા ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ભાવેશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.