મોરબી જિલ્લાના કલાકારો માટે યોજાશે ‘કલા મહાકુંભ’
કલા મહાકુંભનું પ્રવેશપત્ર ૨૪/૧૦/૨૦૨૩ સુધીમાં જમા કરાવવાનું રહેશે
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર-પ્રેરિત કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની ક્ચેરી, મોરબી દ્વારા સંચાલિત કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી “કલા મહાકુંભ- ૨૦૨૩-૨૪” નું આયોજન કરવામાં આવ્યું છે.
કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વગેરે વયજૂથ માટે સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા, નિબંધ. સુગમ સંગીત, લગ્નગીત, તબલા, હાર્મોનિયમ (હળવું), લોકગીત/ભજન, સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધા કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલબેન્ડ, ઓર્ગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિંદુસ્તાની), તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો, વગેરે કૃતિઓ યોજાશે.
આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને કલા મહાકુંભમાં ભાગ લેવા માટે જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ મોરબી-૨ માંથી નિયત નમુનાનું પ્રવેશપત્ર મેળવી સાથે આધાર કાર્ડની અને બેંક પાસબૂકની નકલ જોડી કચેરીના કામકાજના દિવસો તથા કમકાજના સમયે તા.૨૪/૧૦/૨૦૨૩ સુધીમાં જમા કરવાનું રહેશે તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.