મોરબીના ધુળકોટ ગામ નજીક ખારીની સીમમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના ધુળકોટ અને ખાનપર જવાના મેઇન રોડ પર આવેલ ખારીની સીમમાં આવેલ ખેતરના ખંદર જવાના માર્ગ પરથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા હીરાલાલ ડાયાલાલ સાપરીયા (ઉ.વ.૬૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨-૦૯-૨૦૨૩ ના રોજ મોરબી તાલુકાના ધુળકોટ અને ખાનપર જવાના મેઇન રોડ પર આવેલ ખારીની સીમમાં આવેલ ખેતરના ખંદર જવાના માર્ગ પરથી ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સીડી ડિલક્સ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-10-BC-7238 જેની કિંમત રૂ.૧૦,૦૦૦ વાળું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ હીરાલાલે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.