મોરબીના લખધીરપુર રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના લખધીરપુર રોડ વૈભવ હોટલ સામે રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ વૈભવ હોટલ સામે રોડ ઉપર આરોપી શામજીભાઈ રઘુભાઈ સારલા (ઉ.વ.૪૮) રહે. શક્તિપરા વૈભવ હોટલ સામે મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ કિં રૂ.૮૨૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.