ઈન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી સફળ ટીમ છે. શરૂઆતની સીઝનમાં ફ્લોપ થયા પછી, આ ફ્રેન્ચાઇઝીએ એવી મજબૂત ટીમ બનાવી છે.રોહિત શર્માના રૂપમાં આ ટીમ પાસે એક જબરદસ્ત કેપ્ટન છે, જે એકલો જ પોતાની જાત પર મેચની કાયાપલટ કરવાની તાકાત ધરાવે છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમે ગુરુવારે 14 મી સીઝનની હરાજીમાં કેટલાક સારા ખેલાડીઓને પણ જોડ્યા.
હરાજીમાં મુંબઇએ માત્ર સાત ખેલાડીઓની ખરીદી કરી હતી. હરાજી બાદ પણ તેની પાસે 3.65 કરોડ રૂપિયા બાકી છે. હરાજી પહેલા લસિથ મલિંગા, નાથન કોલ્ટર નાઇલ, જેવા વિદેશી ખેલાડીઓ ટીમમાંથી પાછા ફર્યા હતા. ભારતીય સ્પિનરો પિયુષ ચાવલા અને જેમ્સ નીશામ ટીમને ઓલ-રાઉન્ડ વિકલ્પો આપશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને મુંબઇએ અર્જુન તેંડુલકર, યુધિવારી ચારક અને દક્ષિણ આફ્રિકાના માર્કો જાનસેન જેવા ખેલાડીઓ પણ ખરીદ્યા.
1. નાથન કોલ્ટર નાઇલ (5 કરોડ)
2. એડમમિલ્ને (3.2 કરોડ)
3. પિયુષ ચાવલા (2.4 કરોડ)
4. જેમ્સ નીશામ (50 લાખ)
5. યુધિવીર ચરક (20 લાખ)
6. માર્કો જાનસેન (20 લાખ)
7. અર્જુન તેંડુલકર (20 લાખ)