Thursday, September 19, 2024

મોરબીના કાલીકા પ્લોટમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના કાલીકા પ્લોટમાં આરોપી અબ્દુલા ઉર્ફે અબુડી મહેબુબભાઈ આરબના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ મસ્જીદ પાછળ શેરી નં -૪ માં રહેતા અબ્દુલા ઉર્ફે અબુડી મહેબુબભાઈ આરબે પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૫ કિં રૂ.૧૨,૧૫૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી અબ્દુલા ઉર્ફે અબુડી મહેબુબભાઈ આરબ રહે. મોરબી કાલીકા પ્લોટવાળો સ્થળ પર હાજર ન મળી આવતા તેનિ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર