Friday, October 18, 2024

ટંકારાના ઘુનડા (સ) ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે આરોપી મનીષભાઈ બગથીરયા ખોજાના રહેણાંક મકાનની આગળના ભાગે ખુલ્લી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઇસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે આરોપી મનીષભાઈ બગથીરયા ખોજાના રહેણાંક મકાનની આગળના ભાગે ખુલ્લી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો મનીષભાઇ વજીરભાઇ બગથરીયા ઉ.વ.૩૫ રહે.,ધુનડા (સ) તા.ટંકારા જી.મોરબી, મુકેશભાઇ ગણેશભાઇ પાટડીયા ઉ.વ.-૩૦ રહે.-ઘુનડા(સ)ગામ તા. ટંકારા જી.મોરબી, પ્રિતેશભાઇ ગોરધનભાઇ ચૌહાણ ઉ.વ. ૨૨ રહે.-ઘુનડા(સ) તા.ટંકારા જી.મોરબી, ઉમેશભાઇ ભીખાભાઇ બાબરીયા ઉ.વ.૨૯ રહે. ટોળ તા.ટંકારા જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૧,૯૦૦ નાં મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ રામજીભાઇ આહિર રહે. રવાપર ગામની સીમ ભરડીયા પાસે તા.જી. મોરબીવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૪-૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર