Friday, September 20, 2024

મોરબીના લાતી પ્લોટમાં ટ્રાન્સપોર્ટની ઓફીસમાંથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના લાતી પ્લોટમાં શેરી નં-૦૭ જય ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફીસમાંથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં જી.આઈ.ડી.સામે રામેશ્વર સોસાયટીમાં રહેતા મનીષભાઈ લલીતભાઈ કોટક (ઉ.વ.૪૫) એ પોતાના કબ્જા ભોગવટા વાળી જય ગુજરાત ટ્રાન્સપોર્ટની ઓફીસમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૫ કુલ કિં રૂ.૧૭૫૦ નો મુદ્દામાલ મળી આવતા રેઇડ દરમ્યાન આરોપી મનીષભાઈ લલીતભાઈ કોટક રહે. જી.આઈ.ડી.સામે રામેશ્વર સોસાયટીમાં મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ વિશાલભાઈ દિલીપભાઈ દવે રહે. માધાપર મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર