આજ રોજ ધોડાધ્રોઈ સિંચાઈ યોજના ઓવરફ્લો થતા મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એ.એલ. સાવલિયા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, તેમજ અન્ય અધિકારીઓદ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન કલેકટરશ દ્વારા ધોડાધ્રોઈ સિંચાઈ યોજનાની સંગ્રહ થયેલ પાણીની અને સિંચાઈ લાભિત વિસ્તાર તેમજ પીવાના પાણીની સમીક્ષા કરી નદી કિનારાના નિચાણવાસના ગામોના સરપંચ તથા આગેવાનો સાથે ચર્ચા કરી તકેદારીના પગલા લેવા સુચન કર્યુ હતું.
હળવદ: આજના મોબાઇલ યુગમાં બાળકો મેદાની રમતોને બદલે મોબાઈલ ગેમ વધારે રમતા હોય છે. વિદ્યાર્થીઓમાં મેદાની રમત પ્રત્યે જાગૃતતા આવે તે માટે જુના અમરાપર શાળામાં 'વિસરાતી રમતોત્સવ"નું આયોજન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓને પહેલાની રમતો પ્રત્યે જાણ થાય તેમજ તે રમતો પ્રત્યે પોતાની અભિરુચિ કેળવે તે હેતુથી વિસરાતી રમતો રમાડવામાં આવી....
મોરબી: 100 Days intensified Campaign નો હેતુ ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે. આ અભિયાન ના ભાગ રૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પી. કે.શ્રીવાસ્તવ સર તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણા...
મોરબી: મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર સ્પાના ઓઠા હેઠળ ચાલતા કુટણખાના પર મોરબી સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી બે શખ્સોને ઝડપી લીધા છે. તદુપરાંત અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ મોરબી...