મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા હરિફાઈ સ્પર્ધા યોજાશે
જિલ્લા કક્ષા નવરાત્રી રાસ – ગરબા હરિફાઈ સ્પર્ધા માટે ૨૭ સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતે જમા કરાવવું
રમત – ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી , ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રી રાસ – ગરબા સ્પર્ધામાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ:૨૭/૦૯/૨૦૨૩ છે. જેમાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે.
જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે . રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે. અને સાથે સંગીત,ગાયન વગેરે માટે ચાર વ્યક્તિ રાખી શકાશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તા. ૨૭/૦૯/૨૦૨૩ સુધીમાં ક્ચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ૨૫૭, તાલુકા સેવા સદન, બીજોમાળ, લાલબાગ, મોરબી – ૨, ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે. સમય મર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી. કાર્યક્રમનો સમયપત્રક તથા સ્પર્ધાના નિયમો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જણવવામાં આવશે. તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.