Wednesday, January 15, 2025

મોરબીના આનંદનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, છ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી શનાળા બાયપાસ રોડ પર આનંદનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગાર ધામ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડ્યું છે છ ઈસમોને રોકડ રકમ ૮૬,૩૯૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી શનાળા બાયપાસ રોડ પર આનંદનગર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નારણભાઈ કાનાબારના રહેણાંક મકાનમાં જુગાર ધામ ચાલતું હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસને બાતમી મળતા મળેલ બાતમીના આધારે મોરબી સીટી એ ડીવીજન પોલીસે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી દિલીપભાઈ નારણભાઈ કાનાબારના રહે. આનંદનગર સોસાયટી મેઇન રોડ મોરબી, અહેમદભાઈ ઉર્ફે કાસમભાઇ ઈબ્રાહિમભાઈ જરગેલા, રહે. સાયલા એસ.બી.આઈ બેંકની સામે ગામ , સાયલા જી. સુરેન્દ્રનગર, પરેશભાઈ મનજીભાઈ કાચરોલા રહે. રવાપર કેનાલ ચોકડી પાસે પંચાયતવાળી શેરી મોરબી, અશોકભાઈ પરસોતમભાઈ સવેરા રહે. સરદાર સોસાયટી શેરી નં-૦૩ દલવાડી સર્કલ પાસે મોરબી, પ્રફુલભાઈ વિજયશંકરભાઈ પંડ્યા રહે. આનંદનગર સોસાયટી મેઇન રોડ મોરબી , હરેશભાઈ નાનાલાલ મહેતા રહે. નવા બસ સ્ટેન્ડ પાછળ ચંદ્રેશનગર સોસાયટી દશર્ન બંગલો મોરબીવાળાને ૪૮ જોડી ગંજીપાના, તેમજ જુદા જુદા પ્રકારના લખાણ લખેલ ૯૫ ટોકન તથા રોકડ રકમ રૂ. ૮૬,૩૯૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-૪-૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર