મોરબીમાં સતત બે દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે આજે સવારના સમયે નવા બસસ્ટેન્ડની પાછળના તરફની દીવાલ ધરાશાયી થતા એસટી વિભાગે દીવાલ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ છાત્રાલય રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં આવેલી દીવાલ બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ધરાશાયી થયા મોરબી એસટી વિભાગે તાબડતોબ આ દીવાલના કાટમાળને હટાવી નાખીને રાહદારીઓ માટેનું જોખમ દૂર કર્યું હતું.
મોરબી: મોરબીના અમરેલી રોડ શ્રધ્ધા સોસાયટીની પાછળ આવેલ ઝાડી ઝાંખરામાંથી ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં ઈંગ્લીશ દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મૂળ જામનગર જિલ્લાના મોળા ગામનો વતની અને હાલ મોરબીના શ્રધ્ધા પાર્ક સોસાયટી યમુના...
મોરબી: મોરબીના રવાપર રોડ પર એચ.ડી.એફ.સી. ચોક ઘનશ્યામ પ્લાઝા આધેડની જી.ટી.પી.એલની ઓફિસમાં એક શખ્સે આધેડ પાસે ઉછીના રૂપિયા માંગતા આધેડ પાસે પૈસાની સગવડ ન હોય જેથી આરોપીને પૈસાની સગવડ નહી હોવાનું જણાવતા જેનો ખાર રાખી આરોપીઓએ જી.ટી.પી.એલ. ઓફિસમાં જ્વલંતશીલ પ્રવાહી છાંટી ઓફિસના દરવાજાને નુકસાન કર્યું હોવાની ફરીયાદ નોંધાઈ હતી.
મળતી...