મોરબી સિવિલ હોસ્પીટલ બીમાર: ગાબડું પડતાં લોકોના જીવ પડીકે બંધાયા
મોરબી સિવિલમાં ગાબડું પડતાં વિકાસની પોલ ખુલ્લી પડી
મોરબી સિવિલ હોસ્પિટલમાં ગેલેરીના ભાગે મસમોટું ગાબડું પડ્યું હતું જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી પરંતુ તંત્ર સિવિલને રામ ભરોસે મૂકી દીધી હોય તેવા દર્શ્યો જોવા મળ્યા હતા અને જાનહાની ના થાય તે પહેલા કામગીરી કરી તેવી માંગ ઉઠી છે
મોરબી સિવિલ હોસ્પીટલમાં આજે વહેલી સવારના સુમારે બીજા માળે ગેલેરીના ભાગમાં મસમોટું ગાબડું પડ્યું હતું.જો કે સ્થળ નજીક કર્મચારીઓ કામ કરતા હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી. મોરબી ની સિવિલ હોસ્પિટલ સારી અને સલામત હોવાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવે છે પરંતુ જ્યાં દર્દીઓ સારવાર લેવા આવે છે તે જ બિલ્ડીંગમાં મસમોટા ગાબડા પડતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે જ્યાં ડોક્ટર અને દર્દીઓ માટે જીવનું જોખમ રહેલું છે છતાં પણ તંત્ર દ્વારા નક્કર કામગીરીના કરવામાં આવી હોવાના દર્શ્યો સામે આવ્યા છે.મસમોટું ગાંબડુ પડતા આસપાસ રહેલા લોકોના જીવ પડીકે બંધાયા હતા.
જ્યાં દર્દીઓ સાજા થવા આવે છે ત્યાં તમે આ રીતે તેના જીવને જોખમમાં ના મુકો દર્દી કે ભગવાનસ્વરૂપ ડોકટરના માથે આ ગાબડું પડશે અને જાનહાની થશે તો કોણ જવાબદારી લેશે ? શું આ તંત્ર કોઈ મોટી દુર્ધટનાની રાહ જોઈ રહ્યું છે ?