મોરબીનો મચ્છુ 3 ડેમ ૯૦ % ભરાયો, ૧૦ ગામો એલર્ટ પર
મોરબી શહેર અને જીલ્લામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે નદી નાળામાં નવાનીરની આવક થઇ છે ત્યારે મોરબીનો મચ્છુ 3 ડેમ 90 ટકા ભરાઈ ચુક્યો છે જેથી મોરબી અને માળિયા તાલુકાના 10 ગામોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.
મોરબીનો આવેલ મચ્છુ-3 ડેમમાં ઉપરવાસમાં સારા વરસાદને પગલે પાણીનો ભરપુર આવક થઇ રહી છે જેને પગલે ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે ત્યારે 665 ક્યુસેક પાણીની આવક ચાલુ હોય હાલમાં મચ્છુ-3 ડેમ 90 ટકા ભરાઈ ગયો છે, જેથી રુલ લેવલ જાળવવા માટે ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવું પડે તેમ હોવાથી મચ્છુ-3 ડેમના હેઠવાસમાં આવતા વનાળીયા, ગોરખીજડીયા,સાદુળકા, માનસર, રવાપર(નદી), અમરનગર, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા, દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર,નવાગામ,રાસંગપર, વિરવિદરકા,ફતેપર, માળીયા અને હરિપરના લોકોને નદીના પટ્ટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.