મોરબીના જીવાપર ગામે ઝેરી જનાવર કરડી જતા દોઢ વર્ષના બાળકનું મોત
મોરબી: મોરબીના જીવાપર ગામની સીમમાં હિતેષભાઇ ચારોલાની વાડીમાં ઝેરી જનાવર કરડી જતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ઇશ્વરભાઇ દિવાનભાઇ સીંઘાનીયા ઉ.વ-૧.૫ (દોઢ વર્ષ) રહે જીવાપર ગામની સીમમા હિતેષભાઇ ચારોલાની વાડીમાં તા.જી મોરબી વાળાને કોઈપણ ઝેરી જાનવર કરડી જતા ઝેરી અસર થતા બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.