મોરબીના જુના ઘુંટુ રોડ પર ખુલ્લી જગ્યામાંથી મોબાઇલ ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી જુના ઘુંટુ રોડ જીસી શેરા ટાઈલ્સ સીરામીકના કારખાનાની લેબર કોલોની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની મોંરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ ઓડીસાના વતની અને હાલ મોરબી જુના ઘુંટુ રોડ જીસી શેરા ટાઈલ્સ સીરામીકના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા બુધુરૈય જગદીશ હંસદા (ઉ.વ.૨૧) એ આરોપી અજાણ્યા ચોથ ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૯-૨૦૨૩ ના રોજ રાતના દસેક વાગ્યાથી ત્રણેક વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે ફરીયાદીનો વન પ્લસ નોર્ડ સી.ઇ. ૩ લાઇટ ફાઈજી કંપનીનો મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૨૧,૦૦૦ વાળો ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર બુધુરૈય જગદીશે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.