મોરબીનાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે:વરસાદ વરસવાની શક્યતા
ખેડૂતો માટે મોડે મોડે પણ સારા સમાચાર કહી શકાય શ્રાવણ મહિનામાં નહિવત વરસાદ બાદ ભાદરવાની શરૂઆત સાથે વરસાદ ની શક્યતા
મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી વરસાદ વરસ્યો નથી જેથી ધરતી પુત્રોમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગ ની આગાહી મુજબ આવતા 5-6 દિવસ ભારેથી અતિભારે વરસાદની સકતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે સવારથી મોરબી જિલ્લામાં વરસાદી વાતાવરણ બંધાઇ રહ્યું છે જેથી ધરતી પુત્રો માટે મોડે મોડે પણ સારા સમાચાર કહી શકાય