મોરબીના વીસીપરામા યુવકને ત્રણ શખ્સોએ પાઈપ અને ધોકા વડે મારમાર્યો
મોરબી: મોરબીના વીસીપરામા મામાદેવના મંદિર પાસે સ્મશાન રોડ પર યુવકને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને લાકડી વડે મારમારતા ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી નિલંકઠ રેસીડેન્સી કેનાલ પાસે નવલખી રોડ પર રહેતા સંજયભાઇ ચતુરભાઈ ઇંટોદરા (ઉ.વ.૨૭) એ આરોપી વિષ્ણુભાઈ ટપુભાઈ જાસોલીયા તથા વિષ્ણુનો નાનો ભાઈ ટીકુ તથા ભરતભાઈ ટપુભાઈ જાસોલીયા રહે. બધા મોરબી વીસીપરાવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૯-૨૦૨૩ ના રોજ સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદી સાથે આરોપીઓએ જુનુ મનદુખ નો ખાર રાખી ગાળો આપતા આરોપી વિષ્ણુભાઈએ લોખંડનો પાઇપ મોઢા પર તેમજ આરોપી ન ટીકુ તેમજ ભરતભાઈએ લાકડી વડે પગમાં મારતા ફેકચર જેવી ઇજા કરી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર સંજયભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.