Sunday, December 22, 2024

કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ અન્ય જગ્યાએ કામ કરતા જે તે માલીકોએ http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 લીંક પર મજુરોનું રજીસ્ટ્રેશન કરવું

ખેત શ્રમીક/ભાગીયા તથા ઘરઘાટી અંગેની માહિતી સંબંધીત પોલીસ સ્ટેશનમાં દિન-૧૫ માં આપવાની રહેશે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી કે કોન્ટ્રાકટના કર્મચારીઓને કારીગરો/શ્રમિકોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૧૫ દિવસમાં આપવાની રહેશે.

પેઢીના માલીક/ખેડુતનું નામ સરનામું તથા ધંધાની વિગત, માલિકના મોબાઈલ નંબર તથા ધંધાના સ્થળના ટેલીફોન નં., કામે રાખેલ કર્મચારી, કારીગર/શ્રમિક/ભાગીયાનું પુરુનામ, ઓળખ ચિન્હ, હાલનું સરનામુ તથા મોબાઈલ નંબર તેમજ મૂળ વતનનું પુરું સરનામું તથા વતનના ટેલીફોન નં, નોકરીએ રાખ્યાની તારીખ, અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરું નામ સરનામું તથા મોબાઈલ નં./ટેલીફોન નં., કોના રેફરન્સ/ પરિચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનિક રહીશનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નં./ટેલીફોન નં., બે થી ત્રણ સગા સબંધિઓના પૂરા નામ તથા સરનામા(તેમના વતન સહિતના) તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં તૈયાર કરીને આપવાની રહેશે.
આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી વ્યક્તિને મકાન ભાડા પટે આપવામાં આવે ત્યારે મકાન ભાડે અપાવનાર દલાલ અને મકાન માલીકે મકાન ભાડે આપ્યા અંગેની માહિતી સંબંધી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેમાં મકાન માલીકનું નામ તથા રહેઠાણનું સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું સરનામું, મકાન ભાડે આપ્યાની તારીખ, મકાન ભાડે રાખનાર પરપ્રાંતીય વ્યક્તિના નામ, સરનામા, ઓળખકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઈવીંગ લાયસન્સનો પુરાવો, મકાન ભાડે રાખનાર મુળ ક્યાના રહેવાસી છે તે વતનના પુરા સરનામા તથા વતનની બે વ્યક્તીના નામ, સરનામા તથા ફોન નં., મકાન માલિક અને ભાડુઆતનો સંપર્ક કરાવનાર એજન્ટ/દલાલનું નામ, સરનામું/ફોન નં. સહિતની વિગતો નિયત પત્રકમાં આપવાની રહેશે.
ખેત શ્રમીક/ભાગીયા તથા ઘરઘાટી અંગેની માહિતી સંબંધીત પોલીસ સ્ટેશનમાં દિન-૧૫ માં આપવાની રહેશે. જેમાં ઘરઘાટી કે ચોકીદાર તરીકે કામ કરનાર શ્રમીક/ચોકીદારનું નામ તથા રહેણાકનું સરનામું, જેને કામે રાખનાર માલીકનું નામ તથા સરનામું તથા મો.નં., કામે રાખ્યાની તારીખ, કામે રહેનાર ઘરઘાટી કે ચોકીદારનું ઓળખકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઇવીંગ લાઇસન્સનો પુરાવો, કામે રહેનાર ઘરઘાટી કે ચોકીદાર મુળ ક્યાના રહેવાસી છે તે વનના પુરા સરનામાં તથા વતનની બે વ્યકિતના નામ, સરનામા તથા ફોન નંબર, ઘરઘાટી કે ચોકીદારની ઓળખાણ આપતા હોય તેવા બે વ્યક્તિઓ નામ સરનામું/ફોન નંબર સહિતની વિગતો નિયત પત્રકમાં આપવાની રહેશે. આ ઉપરાંત ખેત શ્રમીક, ભાગીયા તરીકે કામ કરનારનું નામ તથા રહેઠાણનું સરનામું, ખેડુતનું નામ તથા સરનામું તથા મો.નં., કામે રાખ્યાની તારીખ, કામે રહેનાર ખેત શ્રમીક, ભાગીયાનું ઓળખકાર્ડ/ચુંટણીકાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સનો પુરાવો, કામે રહેનાર ખેત શ્રમીક, ભાગીયાનું મુળ ક્યાના રહેવાસી છે તે વતનના પુરા સરનામાં તથા વતનની બે વ્યતિના નામ, સરનામા તથા ફોન નંબર, ખેત શ્રમીક, ભાગીયાની ઓળખાણ આપતા હોય તેવા બે વ્યક્તિઓના નામ સરનામું/ફોન નંબર સહિતની વિગતો નિયત પત્રકમાં આપવાની રહેશે.આ ઉપરાંત મોરબી જિલ્લા વિસ્તારની સલામતી અને શાંતી જળવાઈ રહે તે માટે શ્રમિકો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક ઓપન કરી કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ અન્ય જગ્યાએ કામ કરતા જે તે માલીકોએ મજુરોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, લીંક એન્ડ્રોઈડ ફોન http://play.google.com./store/apps/details?id=com.morbi_eye પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા.૧૧/૧૧/૨૦૨૩ સુધી કરવાનો રહેશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર