Tuesday, December 24, 2024

ભરૂચના પાનોલીમાં ટ્રકના ટાયરો તથા ટાયરોની રીમની રૂ. 5.99 લાખાની ચોરી કરનાર ઈસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનમાં ટ્રકના ટાયરો તથા ટાયરોની રીમ મળી કુલ કી.રૂ. ૫,૯૯,૫૦૦/- નો મુદામાલ મેળવી વિશ્ર્વાસઘાત કરનાર આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓ તેમજ બહારના જિલ્લાના આરોપીઓને પકડી પાડવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો.કલમ-૪૦૮,૧૧૪ મુજબના ગુનાના કામે આરોપી ધીરજ રામસાગર તિવારી રહે. ઉસ્માનપુરા ગામ, કસરાવન જી.અમેઠી (ઉતર પ્રદેશ) તથા સહ આરોપી આશીષકુમાર પાંડે એમ બન્નેએ મળી ફરીયાદીની માલીકીના ટ્રકના ટાયરો નંગ-૨૨ તથા ટાયરની રીમ નંગ-૯ મળી કુલ કી.રૂ. ૫,૯૯,૫૦૦/- નો મુદામાલ લઇ જઇ ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત કરી ગુનો કરેલ હોય જે ગુનાનો આરોપી ધીરજ રામસાગર તિવારી રહે. ઉસ્માનપુરા ગામ (ઉતર પ્રદેશ) વાળો ટ્રક નંબર- MH-40-CM-4779 વાળી લઇ નવલખી પોર્ટ ખાતે મશીનરી ખાલી કરી મોરબી તરફ ગાડી ભરવા આવતો હોય જે આરોપી હાલે મોરબી-પીપળીયા રોડ, ખાખરાળા ગામ પાસે આવેલ ભારત પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં ગાડી સાથે ઉભો હોવાની બાતમી મળતા જે બાતમીના આધારે સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી ધીરજ રામસાગર તિવારી ઉ.વ.૩૫ રહે. ઉસ્માનપુરા ગામ, કસરાવન જી.અમેઠી (ઉતર પ્રદેશ) વાળો મળી આવેલ હોય જે આરોપીને હસ્તગત કરી ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશન તરફ આગળની ઘટીત કાર્યવાહી કરવા જાણ કરી આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર