મોરબીનાં જુના સાદુળકા ગામે ઝાલા પરીવાર દ્વારા રામદેવ રામાયણ કથાનું ભવ્ય આયોજન
બાળવિદુશી રતનબેન વક્તા તરીકે બિરાજીને કથાનું રસપાન કરાવશે
મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે માય બાલક શ્રી કનુભા રઘુભા ઝાલા તથા સર્વે ઝાલા પરીવાર દ્વારા આગામી તા. ૧૬-૦૯-૨૦૨૩ થી તા. ૨૨-૦૯-૨૦૨૩ સુધી રામદેવ રામાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળવિદુશી રતનબેન (રત્નેશ્વરીબેન) વક્તા તરીકે બિરાજીને પોતાના સુરીલા કંઠે કથાનું રસપાન કરાવશે.
જુના સાદુળકા ગામે આવેલ શક્તિ આશ્રમ ખાતે યોજાનાર આ કથાનો સમય સવારે ૦૮:૩૦ થી બપોરે ૧૨:૩૦ કલાકનો રહેશે. આ કથામાં સંતો-મહંતો પણ ઉપસ્થિત રહેશે અને રાત્રે સંપુટ સત્સંગ મંડળ, સંતવાણી તથા ભજન-સાહિત્યના કાર્યક્રમો પણ યોજાનાર છે તેમજ તા. ૨૨ ને શુક્રવારના રોજ આદ્ય શક્તિ માતાજીના માંડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો મોરબીની સર્વે ધર્મપ્રેમી જનતાને આ કથાનું રસપાન કરવા પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.