મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૭ બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર
મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામેની સીમમાં શિવ પાર્ક -૨ સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૭ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામેની સીમમાં આરોપી વિજયભાઈ ઉર્ફે કારો મનહરભાઈ હમીરપરા (ઉ.વ.૨૪) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૭ કિં રૂ.૬૮૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ પંકજભાઈ રહે થાન જઈ. સુરેન્દ્રનગરવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.