Thursday, November 14, 2024

મોરબીની GMERS મેડિકલ કોલેજ ખાતે આયુષ્માન ભવ કાર્યક્રમનો શુભારંભ કરાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સરકાર દ્વારા જન આરોગ્ય માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે એના દ્વારા જન સુખાકારી માટે જુદાં જુદાં રોગોની સારવાર કરવામાં આવે છે અને લોકો તંદુરસ્ત રહે એ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ખુબજ જહેમત ઉઠાવે છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂરમું, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વગેરેની વર્ચ્યુલ ઉપસ્થિતમાં એમના વરદ હસ્તે આયુષ્મન ભવનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં 13 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર-૨૦૨૩ સુધી મિશન અંત્યોદયના સંકલ્પને અનુસરીને દરેક ગામમાં તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ પુરી કરવાના લક્ષ્યને હાંસલ કરવા માટે આયુષ્માન ભવ યોજના બનાવી છે

જેમાં આયુષ્માન આપકે દ્વાર, આયુષ્માન આરોગ્ય મેળો, આયુષ્માન સભા, સ્વચ્છતા અભિયાન, ઓર્ગન ડોનેશન પ્લેઝ દ્રાઈવ,રક્તદાન શિબિર વગેરે કાર્યક્રમો મેડિકલ કોલેજના માર્ગદર્શનથી પી.એચ.સી.અને સી.એચ.સી.ખાતે મેડિકલ કેમ્પ યોજી લોકોને તમામ રોગો માટેની તપાસણી અને ઉપચાર કરવામાં આવશે,લોકો વધુને વધુ ઓર્ગન ડોનેટ કરતા થાય,વધુને વધુ રક્તદાન કરતા થાય એ માટે જન જાગૃતિની ઝુંબેશ ચલાવવામાં આવશે.

આ તકે મોરબી જિલ્લામાં 166 જેટલા ટી.બી.પેશન્ટ માટે પોષણ ક્ષમ આહાર માટે કીટ અર્પણ કરનાર દાતાઓ વલમજીભાઈ રાજપરા, વિજયભાઈ જીવાણી, દુર્લભજી દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી મણિલાલ પટેલ,નરવીનસિંહ ઝાલા, મેઘરાજાસિંહ ઝાલા સરપંચ રંગપર, મહેન્દ્રસિંહ ડી.ઝાલા પૂર્વ સરપંચ રંગપર રોટરી ક્લબ-મોરબી અને હળવદ મુસ્કાન વેકફેર સોસાયટી કિરીટભાઈ કાચરોલા રાજેશભાઈ કંઝારિયા, જયમીન પિયુષભાઈ જોષી વગેરે દાતાઓનું એન.કે.મુછાર અધિક નિવાસી કલેકટર મોરબી,ડો.તપન ગુપ્તા અધિક્ષક અને ડૉ.સંજયભાઈ વિકાણી એડિશનલ ડિન GMERS મેડિકલ કોલેજ તેમજ ડો.કવિતાબેન દવે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વગેરેના વરદ હસ્તે દાતાઓને સન્માનિત કરાયા હતા.

દુર્લભજીભાઈ દેથરીયા વિધાનસભાના સત્રમાં વ્યસ્ત હોય કાર્યક્રમ ઉપસ્થિત રહી શક્યા ન્હોતા અને શુભેચ્છા સંદેશ આપ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સચારુ સંચાલન દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબીએ કર્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઈ જીવાણી તેમજ ANM નરસિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર