મોરબીના ચાચાપર ગામે ડિમોલિશન કરવામાં આવ્યું
મોરબી તાલુકાના ચાચાપર ગામે ગરીબોને ઘરથાળ માટે ફાળવવાની જમીન ઉપર દબાણ કરી લીંબુડીનું વાવેતર કરી નાખવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન ડિમોલિશન હાથ ધરી 4200 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
મોરબી તાલુકાના ચાંચાપર ગામે જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય સિંહ જાડેજાના માર્ગ્દર્શન હેઠળ દબાણ દુર કરાવવાની અનોખી શૈલીથી મહેસુલ વિભાગના નાયબ મામલતદાર (દબાણ),રેવન્યુ તલાટી તથા જિલ્લા પંચાયત તળેના તલાટી કમ મંત્રી તેમજ ચાંચાપર ગામના સરપંચ અને ઉપસરપંચની ટીમ દ્વારા ચાંચાપર ગામે ઘર વિહોણા લાભાર્થીઓ માટે સ.નં.૨૯પૈ મા ૧૦૦ ચો.વાર.ના પ્લોટના લાભાર્થીઓ માટે ગામતળ નીમ કરવા માટે દરખાસ્ત કરેલ સવાલવાળી જમીનની બાજુની જમીનમા સ.નં.૮ પૈકીના ખાતેદાર ત્રિભોવનભાઇ મોરભાઇ પટેલ તથા અલ્પેશભાઇ ભુદરભાઇ હોથી દ્વારા લિમ્બુના ઝાડનુ વાવેતર ,આગળની બાજુ ફેંસીંગ તેમજ પાછળની બાજુ પાકી દિવાલ કરી કરેલુ આશરે 4200 ચો.મી.નુ દબાણ દુર કરવામા આવેલ હતું.