વિદ્યાસહાયક ભરતી સ્થળ પસંદગી કેમ્પ યોજાશે
સભ્ય સચિવ, ગુ. રા. પ્રા. શિ. પ. સમિતિ અને નાયબ શિક્ષણ નિયામકની કચેરીના પત્ર ક્રમાંક: પ્રાશિનિ/વિસભ/૨૦૨૩/૯૧૮-૩૭ તા.૦૪/૦૯/૨૦૨૩ અન્વયે વિદ્યાસહાયક ભરતી (ધોરણ: ૧ થી ૫ અને ધોરણ: ૬ થી ૮, ગુજરાતી માધ્યમ) વર્ષ:૨૦૨૨ (ઓક્ટોબર) તા.૧૦/૧૦/૨૦૨૨ ની જાહેરાત અન્વયે મોરબી જિલ્લાની પસંદગી કરનાર ઉમેદવારોને નિમણૂક આપવા અંગેનો સ્થળ પસંદગી કેમ્પ ધી.વી.સી.ટેક.હાઇસ્કુલ,વી.સી.ફાટક સામે,.મોરબી જિ.મોરબી ખાતે તા.૧૪/૦૯/૨૦૨૩, ગુરુવાર ના રોજ રાખવામાં આવેલ છે.
જેમાં વિદ્યાસહાયક ભરતી ધોરણ: ૬ થી ૮ (સામાજિક વિજ્ઞાન) ના કેમ્પનો સમય સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ કલાક અને વિદ્યાસહાયક ભરતી ધોરણ: ૧ થી ૫ ના કેમ્પનો સમય બપોરે ૦૧:૦૦ થી ૦૬:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ.
મોરબી જિલ્લાની સ્થળ પસંદગી કરનાર ઉમેદવારોએ અગત્યના ખાસ કારણોસર પુછપરછ કરવા બાબતે મો.૯૪૨૭૬ ૦૦૦૦૮ અને મો.૯૯૨૫૫ ૨૨૬૪૮ પર સંપર્ક કરવાનો રહેશે.