મોરબી જિલ્લા પંચાયતમાં ચુંટાયેલા પાટીદાર સદસ્યો હાસ્યમાં ધકેલાયા
આમ તો મોરબી જિલ્લો પાટીદાર નો ગઢ માનવામાં આવે છે પણ જો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયતમાં કુલ 24 બેઠકો છે જેમાં ભાજપ પાસે 14 અને કોંગ્રેસ પાસે 10 સદસ્યો છે ભાજપના ચૂંટાયેલા 14 સદસ્યો પૈકી 5 સદસ્યો પાટીદાર છે
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષ નેતા સહિતના હોદ્દેદારોની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજે નવા હોદ્દેદારોની નિમણૂકો કરવામાં આવી છે જેમાં એક પણ પાટીદાર સદસ્યની નિમણૂક કરવામાં આવી ન હતી. જેથી પાટીદારોમાં ક્યાંક ને ક્યાંક કચવાટ દેખાઈ રહ્યો છે
આ બધી વાતો વચ્ચે કોંગ્રેસ નાં ચૂંટાયેલા એક પાટીદાર સભ્યએ પણ ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ઉપડ્યાની પણ વાત મળી રહી છે
આમ તો બીજેપી પાસે જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી છે જેથી બીજા કોઈ નવા જૂની થવાના અણસાર દેખાઈ રહ્યા નથી પણ આ રીતે પાટીદારોને નજર અંદાજ કરાતા પાટીદારોમાં નારદગી જોવા મળી રહી છે અને આવું જ મોરબી તાલુકા પંચાયતમાં પણ થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે