Saturday, November 16, 2024

મોરબીના બેલા ગામ ખાતેથી છળકપટથી મેળવેલ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:  મોરબી તાલુકાના બેલા ગામ ચેક પોલીસ સ્ટેશન ખાતેથી છળકપટથી મેળવેલ મોટરસાયકલ સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ હોય કે, એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર રજીસ્ટર ન.- GJ-36-k-3364 નો ચાલક ચોરી કે છળ કપટથી મેળવેલ મોટરસાયકલ મોરબી તાલુકાના જેતપર થી મોરબી તરફ જનાર છે વિગેરે મતલબેની મળેલ બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર નાઓ સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના બેલા ગામ ચેક પોલીસ સ્ટેશન ખાતે વોચ તપાસમાં હતા તે દરમ્યાન એક ઇસમ સ્લેન્ડર મોટરસાયકલ લઇને નિકળતા તેને રોકી મજકુર ઇસમની સઘન પુછપરછ કરતા મોટરસાયકલના કાગળો બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસ કોન્સ્ટેબલ પોકેટકોપના માધ્યમથી સદરહું મોટરસાયકલના રજીસ્ટર નંબર આધારે સર્ચ કરતા સદરહું મોટરસાયકલ બાબતે કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા ઇસમે મોટરસાયકલ છળકપટ કે ચોરી મેળવેલાનુ જણાય આવતા મોટરસાયકલ રજીસ્ટર નં.GJ-36-K-3364 કિં.રૂ.૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી કાલુ જાલમસિંગ દેવધા ઉ.વ.૨૪, રહે. હાલ ધર્મ મંગલ સોસાયટી, મકનસર, તા.જી.મોરબી, મુળ રહે. પ્રિતમપુર, તા.પારા, જી.જાંબુઆ, મધ્યપ્રદેશવાળાને પકડી પાડી મળી આવેલ શંકાસ્પદ ચીજવસ્તુ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(ડી) મુજબ તા.૧૧/૦૯/૨૦૨૩ ના કલાક : ૨૦/૦૦ વાગ્યે અટક કરી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ.ડી.એચ. બાવળીયા નાઓ ચલાવી રહેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર