માથક પે. સેન્ટર શાળામાં શ્રેષ્ઠ વિદ્યાર્થી ના પ્રોત્સાહન માટે અવનવી શૈક્ષણિક પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. તેમાં શાળામાં “સેલ્ફી કોર્નર” માં વિદ્યાર્થીને નવાજવામાં આવે છે.
વિદ્યાર્થી એકમ કસોટી માં શ્રેષ્ઠ પ્રદર્શન, સત્રાંત મૂલ્યાંકન પરીક્ષામાં અવ્વલ નંબર, ચિત્ર પરીક્ષા, એન. એમ. એમ. એસ. પરીક્ષા, કલા મહાકુંભ, નવોદય પરીક્ષા, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, ઇન્સ્પાયર એવોર્ડમાં વિશેષ ભાગીદારી, હર રોજ હરદમ (નિયમિત વિદ્યાર્થી), પ્રામાણિક વિધાર્થી, સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, શિક્ષક દિન ઉજવણીમાં સહભાગીતા, સ્ટુડન્ટ ઓફ ધ મન્થ અને માસ દરમિયાન વધારે આજનું ગુલાબ મેળવેલ બાળકોને સેલ્ફી કોર્નર માં સેલ્ફી લઈ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.
શાળાના આચાર્ય અમરશીભાઈ વાઘેલાના જણાવ્યા મુજબ પ્રતિભાશાળી વિદ્યાર્થીને સેલ્ફી કોર્નર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે તેમ જ બીજા વિદ્યાર્થીને પણ તેની પ્રેરણા મળે છે અને શ્રેષ્ઠ કાર્ય કરવા પ્રેરાય છે.
મોરબી શકત શનાળા ગામ ખાતે રહેતા તાંત્રીક વીધી કરવાના બહાના હેઠળ વિશ્વાસઘાત છેતરપીંડી કરી રૂપીયા તથા દાગીના ઓળવી જનાર તથા તે સોનાના દાગીના અડાણે રાખનાર ઇસમને સોનાના દાગીના તથા સોનાના ઢાળીયા સાથે કુલ રૂ.૪,૬૬,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી શકત શનાળા ગામ ખાતે...
મોરબીના શનાળા રોડ પર સુપર માર્કેટમા દુકાન ધરાવતા વેપારી પાસેથી શનાળા ગામના એક શખ્સ દ્વારા ખંડણી માંગવામાં આવી હતી અને આરોપી દ્વારા વેપારી પાસેથી 8 લાખથી વધુનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો. તેમજ વેપારી યુવકનું અપહરણ કરી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે ખંડણી માંગવાના ગુન્હામાં અગાઉ...