મોરબીના હરીપર-ગાળા પેટા કેનાલના પાણીમાં ડુબી જતાં બે યુવકના મોત
મોરબી: મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામની સીમ જીવરાજભાઈ પટેલની વાળીની સામે હરીપર -ગાળા પેટા કેનાલ સાયફન પાસે પગ લપસી કેનાલના પાણીમાં ડુબી જતાં બે યુવકના મોત નિપજયા હતા.
મળતી માહિતી મુજબ રાહુલસિંહ રણજીતસિંહ રાવત ઉવ. ૨૭ રહે હાલ હરીપર(કેરાળા) ગામની સીમમાં આવેલ ક્લોરીસ પેકેજીંગના કારખમાનામાં તા.જી. મોરબી મુળ રહે ગામ જેતગઢબામણીયા તા. બ્યાવર જી અજમેર (રાજસ્થાન) તથા સાથે મજુરી કામ કરતા રૂપસિંહ સગુજી પઢીયાર ઉવ.૪૫ રહે રહે હાલ હરીપર(કેરાળા) ગામની સીમ માં આવેલ ક્લોરીસ પેકેજીંગના કારખમાનામાં તા.જી.મોરબી મુળ રહે હાટકેશ્ર્વર લાલ બંગલા બી.આર.ટી.એસ. બસ સ્ટેશન પાસે અમદાવાદ વાળાઓ ગત તા.૦૮-૦૯-૨૦૨૩ ના રોજ બન્ને હરીપર-ગાળા પેટા કેનાલ પાસે બેસેલા હતા તેઓના પગ લપસતા બન્ને કેનાલમાં પડી જતા પાણીમાં તણાઇ જતા કેનાલના પાણીમાં ડુબી જતા બંનેનાં મોત નિપજયાં હતાં. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.